Parmarthi Pattar I
પરમાર્થી પત્રો ભાગ - 1આ પુસ્તકમાં બાબા જૈમલસિંહજીના પત્રોનો અનુવાદ છે, જે તેમણે તેમના શિષ્ય અને ભવિષ્યમાં બનનારા ઉત્તરાધિકારી હજૂર મહારાજ સાવનસિંહજીને લખ્યા હતા. આ પત્રોમાંથી વાચકોને જે મહત્ત્વપૂર્ણ જાણકારી મળે છે તે એ છે કે એક મહાન સંત બીજા મહાન સંતને કેવી રીતે તૈયાર કરે છે. આ પત્રો ઈ.સ. 1896થી 1903ના સમયગાળામાં લખાયા હતા, જ્યારે મહારાજ સાવનસિંહજી સરકારી નોકરી કરતા હતા. આ પત્રો મારફતે બાબાજીએ મહારાજ સાવનસિંહજીને જીવનના દરેક તબક્કે સલાહ આપી હતી તેમજ એક સાધકની રહેણીકરણી, ભજન-સ્મરણ બાબતે ખાસ સૂચનો અને સાથે સાથે પ્રેરણા પણ આપી હતી. આ પત્રોમાં લખાયેલી વાતો ખરેખર તો ભવિષ્યમાં બનનારા એમના ઉત્તરાધિકારી મહારાજ સાવનસિંહજી માટે જ હતી, પણ એમાં કેટલીક વાતો એવી પણ છે, જેનો લાભ દરેક સત્સંગી અને જિજ્ઞાસુ પણ લઈ શકે. This book gives the reader a rare look into the spiritual grooming of one great saint by another and contains translations of letters written by Baba Jaimal Singh Maharaj to his disciple and successor, Maharaj Sawan Singh. Covering the period 1896-1903, when Maharaj Sawan Singh was still in government service, these letters contain personal advice as well as specific instructions and encouragement in matters of meditation and the spiritual way of life, from which all disciples and spiritual seekers can benefit. English: Spiritual LettersAuthor: Baba Jaimal Singh Category: RSSB Tradition: The Masters Format: Paperback, 288 Pages Edition: 4th, 2014 ISBN: 978-81-8466-317-4 RSSB: GJ-216-0 Price: USD 8 including shipping. Estimated price: EUR 7.57, GBP 6.57 |